દીકરી જગત જનની
- 24/Dec/2022
- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે દીકરીઓનું કન્યાદાન સાથે દીકરી પૂજન કર્યું..
- ૧,૩૮,૨૮૩ લોકોએ અંગદાનનો સંકલ્પ લઈ જરૂરિયાત મંદ લોકોને નવી જિંદગી આપવાનો અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
- આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧,૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. જેમાં CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના ૧૦૦૦ બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચઅભ્યાસ માટેની વિના મુલ્યે રહેવા-જમવા સહિત અભ્યાસની તૈયારી કરાવાશે.
- સવાણી પરિવારના બે દીકરાઓએ આજ લગ્નોત્સવમાં પરણીને કુટુંબની પરંપરા જાળવી
- સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ IAS તેમજ શહેરની પ્રતિષ્ઠિત મહિલાઓની ઉપસ્થિતિએ તા. ૨૨ ડીસેમ્બરના રોજ ૩૦૦ દુલ્હન મહેંદી સહીત કુલ ૩૦૦૦ દીકરીઓના હાથો પર મહેંદી મુકવામાં આવી.
- આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ. શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.
- પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની ૩૦૦ પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના
લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવા માટેનું વિરલ ઉદાહરણ છે