જનનીધામ
- 07/Apr/2013
એવી દીકરીઓનું મમતારૂપી ધામ
જેનું છૂટ્યું ઘર-બાર HIV ના કારણે....
- વિકાસશીલ ગુજરાતનું નાનકડું એવું કલંક આંખે ઉગીને વળગે તેવું હતું. જે ભોળા નાનકડી દીકરીઓને વારસામાં (HIV Positive) મળ્યો, અને માતા-પિતાની છત્ર ગુમાવી છે. એવા ૭૫ થી વધુ કુમળી દીકરીઓને આપ્યું ઉમ્મીદનું ઘર એટલે કે પુ.અજવાળીબા ના વાત્સલ્યનો છાંયડો "જનનીધામ"
- હોળી. ધૂળેટી, દિવાળી તો સૌ ઉજવે પણ જનનીધામના પરિવાર વિહોણી દીકરીઓ સાથે રક્ષાબંધન કોણ ઉજવે ? સવાણી પરિવારના દીકરાઓએ લીધો ભાવભર્યો સંકલ્પ અને બન્યાં તમામ ૭૫ બહેનોના ભાઈ...અને તમામ તહેવારો ઉજવશે આ "જનીનીધામ" પરિવાર સાથે....
- આજે "જનનીધામ" માં HIV પીડિત બાલિકાઓને પ્રેમ, પોષણ, રક્ષણ અને શિક્ષણ આપી અમો વાત્સલ્યનો આનંદ મેળવીએ છીએ...
- "મનાલી" પ્રવાસ સવાણી પરિવાર એકલું નહી "જનનીધામ" ની દીકરીઓ સાથે લઇ જઈ વેકેશનની મજા માણે છે.
"કોઈના ચહેરા પરની વેદના વાંચતા આવડે તો એ વોડ વાંચ્યા બરાબર જ છે"