વયોત્સવ-લાગણી નો સ્પર્શ
- 25/Mar/2011
સમાજમાં પિતાની છત્રછાયા ગુમાવનાર
બાળકોને ભણાવવાની જવાબદારી ઉપાડી
- વર્ષ ૨૦૧૧, ૨૫ મી માર્ચ પુ. બાપુજીનો ૬૩મો જન્મ દિવસ... આમતો બાપુજીએ ક્યારેય તેમનો બર્થ ડે ઉજવ્યો નહોતો. તેથી અમારી હિમંત નહોતી કે ઉજવીએ, મેં મનોમન સંકલ્પ કર્યો કે બાપુજીનો ૬૩ મો જન્મદિન એવા વિચારથી ઉજવવો છે કે સમાજને નવી દિશા મળે - મહેશ સવાણી
- એક પિતા વિહોણી દીકરીની માતાએ ફી ણ ભરી શકવાની કરુણાતીકા દ્વારા નક્કી કર્યું કે પિતાની છત્રછાયા વિહોણા બાળકોને અભ્યાસ અર્થે દત્તક લઇ પુ.બાપુજીનો જન્મદિવસ ઊજવીશું.
- ત્યાર બાદ ૬૩ માં જન્મદિન નિમિત્તે વિવિધ સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરતા પિતા વિહાણા આર્થિક નબળા પરિવારના ધો.૧૦ સુધી દીકરા અને ગ્રેજ્યુએટ સુધી દીકરીઓને અભ્યાસ અર્થે દત્તક લેવામાં આવ્યાં.
- હલ ૮૬૦૦ થી વધુ બાળકો સ્કુલ માં અભ્યાસ કરે છે અને ૭૫૦ થી વધુ દીકરીઓ કોલેજમાં અભ્યાસ કરી રહી છે.
"ભણતરની કિમંત એ જ સમજી શકે, જે ભણી નથી શકતું."