વડીલ વંદના
- 24/Mar/2013
જનક-જનનીનાં
ઋણને સ્વીકારવાનો નમ્ર પ્રયાસ....
- પોતાના માં-બાપની સેવા તો કદાચ સૌ યથા યોગ્ય કરતાં જ હોય, પરંતુ પુ.બાપુજી સ્થાનિક આરોગ્ય સેવાનું ધામ એટલે ઈ.એમ.ચેરીટેબલ ટ્રસ્ટ એ ટ્રસ્ટના દશાબ્દી વર્ષે પુ.બાપુજીની લાગણી અને "પુ.બા" ની વાત્સલ્ય ભાવની ઋણ મુક્તિકાને ઉજવવા ઘડ્યો કાર્યક્રમ "વડીલ વંદના"
- વર્ષ ૨૦૦૮માં આશરે ૫૦૦૦ થી વધુ દાદા-દાદીને સમગ્ર શહેરમાંથી શોધી લાવી તમને બાળપણ તરફ લઇ જઈ આપી નવી પંખો.
- વર્ષ ૨૦૧૩માં પુન: ૨૦૦૦૦ થી વધુ દાદા-દાદીનો મહાકુંભ રચાયો જેમાં ૫૦૦૦ થી વધુ બાળકોએ ઉતારી વડીલોની મહાઆરતી અને દડી પડી આંસુઓની ધારા...ભીંજાયા સૌ લાગણીની ભીની-ભીની વર્ષામાં...
- સાંજના ૩ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં વડીલોને રમાડ્યા, નચાવ્યા, દોડાવ્યા મનોરંજન કરાવ્યું અને પેટભરી જમાડ્યા.
- વડીલ વંદનાનો આ અદ્દભુત-અનોખા કાર્યક્રમને પણ મળ્યો વોર્લ્ડ રેકોર્ડનો મહામુલો સિક્કો.....
"વડોલો આપણા સમાજની અમુલ્ય મૂડી છે તેમની પાસે જિંદગીનો અનુભવોનો ખજાનો છે..."