લાગણીના વાવેતર
- 30/Nov/2014
૧૧૧ પિતા ગુમાવેલ દીકરીઓના
સપનાનું વાવેતર એટલે લાગણીના વાવેતર...
- તારીખ ૩૦ નવેમ્બર ૨૦૧૪, રવિવારના શુભદિને
- એકસાથે સર્વધર્મ અને સર્વ જ્ઞાતિ ની ૧૧૧ પિતા વિહોણી દીકરીઓને પરણાવી પિતાની હુંફ પૂરી પાડવામાં આવી.
- આ લગ્નોત્સવમાં ૩ નિકાહ સાથે ૨ યુગલે ફૂલહારથી લગ્ન કરી સમાજને લગ્ન પાછળ થતા બીજ જરૂરી ખર્ચા ન કરવા પ્રેરણા પૂરી પાડી.
- મહેંદી રસમ, સંગીત સંધ્યાનું પણ આયોજન ધામધૂમથી કરાયું હતું. જેમાં કુલ ૫૨૫ દીકરીઓને એક સાથે મહેંદી મુકવાનો ગીનીસ વોર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
- પ્રંસગે લાખો લોકો વચ્ચે આયોજન ચોકસાઈ પૂર્વક કરાયું જેથી સાફ-સફાઈની નોંધ ગીનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડે લીધી.
- ઉપસ્થિત મહેમાનશ્રી: ગવર્નરશ્રી, IAS, IPS, IRS ઓફિસરો સહિત સાંસદસભ્યોશ્રી, ઉદ્યોગપતિ, સમાજ અગ્રણીઓ અને સંતગણો સાથે ૧ લાખ જેટલા લોકોની સાક્ષીએ અનોખો પ્રસંગ યોજાયો.
- દીકરીઓમાટે બ્યુટી પાર્લર, સંગીત સંધ્યા, મહેંદી તેમજ લગ્ન ખરીદી જેવી તમામ જવાબદારી પાલકપિતા મહેશભાઈએ નિભાવી હતી.
"લાગણીઓ માપવાથી નહીં પરંતુ આપવાથી વધે છે..."