જીયાણું
- 15/Feb/2013
દીકરીના લગ્ન બાદ તેની પ્રથમ પ્રસુતિ
તેમજ બાળકની મેડીકલ જવાબદારી
- દીકરીની પ્રથમ સુવાવડ પછી થતો ખર્ચ આમતો રીવાજ અનુસાર પિયરપક્ષે જ કરવાનો હોય તેથી અમે (જીઆણું) કરી ખરા અર્થમાં -મા- બાપ હોવાની જવાબદારી નિભાવી..
- પ્રસુતિનો ખર્ચ ન થાય અને દીકરીને તમામ ગાયનેક સારવાર વિનામુલ્યે મળી રહે તે માટે મેડીકલ સહાય ઉભી કરી સુરત ડાયમંડ એસો. સંચાલિત હોસ્પિટલમાં તથા અમરોલી જીવનજ્યોત હોસ્પિટલ તેમજ અમદાવાદમાં ડો.શીતલબેન પંજાબીની હોસ્પિટલમાં કાયમી ખાતું ખોલાવી આપ્યું.
- એટલું જ નહી પરતું પ્રસવ બાદ જન્મેલાં બાળકોને મેડીકલ સહાયની જરૂર પડે તે પણ એક પિતા તરીકે પૂરી પાડવાની નવી રીત શરુ કરી જીઆણું ખરા અર્થમાં જીવ-આણું સાબિત થયું છે.
ઈશ્વર પાસે ક્યારેક માંગવાની ઈચ્છા થાય તો,
એક દીકરીના માવતર બનવાનું વરદાન માંગજો ....