લાડકડી
- 23/Dec/2018
૨૬૧ દીકરીઓને પિતાનીહ હુંફ પૂરી પડનારો લગ્નપ્રસંગ ....
તા.23 ડીસેમ્બર ૨૦૧૮, રવિવારના શુભદિને
- દરેક જ્ઞાતિઓની પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૬૧ દીકરીઓનો ભવ્યલગ્ન સમારોહ.
- ૨૬૧ દીકરીઓના લગ્ન પૈકી સાત મુસ્લિમ દીકરીઓના નિકાહ તથા ત્રણ ખ્રિસ્તી દીકરીને ખ્રિસ્તી રીત-રીવાજ મુજબ પવિત્ર વિવાહથી જોડી સામાજિક સદ્દભાવના પ્રતિક સમાન ભવ્ય લગ્ન સમારોહ.
- ચાર જનનીધામની દીકરીઓનું કન્યાદાન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
- આકાશમાંથી તિરંગારૂપી દ્રશ્યમાન થનાર લગ્ન પ્રસંગે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત વિવધ જ્ઞાતિઓના ભેદભાવ ભૂલી એક પ્રસંગે ઉપસ્થિત રહી ભારતના સાચા નકશાની અનુભૂતિ કરવી.
- IAS, IPS, IRS તેમજ ઉચ્ચ અધિકારીઓ અને રાજ્સ્વી મહાનુંભાવોના હસ્તે દીકરીઓનું કન્યાદાન કરી પિતાની હુંફ રૂપિ પ્રસંગને દીપાવયો.
- મંડપમાં વેવાઈઓ દ્વારા દીકરીઓનાં પોખણા કરીને એક સાચી દિશા ચીંધવાનો પ્રયત્ન.
- દરેક વેવાઈના હસ્તે આરતી દ્વારા ૨૬૧ દીકરીઓનું લક્ષ્મીરૂપી પૂજન કરાયું.