વતનની વ્હારે
- 19/May/2021
"કુદરતી આફત"
વિદ્યુત વિહોણા ગામના બન્યા પાવર હાઉસ...
કુદરતે વેરેલા કપરા વિનાશક વાવાઝોડાના સમયે
અંધકારમય બની ગયેલ અમરેલી અને ગીર-સોમનાથના
કાંઠા વિસ્તારના ગામડાઓમાં તાત્કાલિક રાતો રાત સુરત થી
૧૮૫ થી વધુ જનરેટરની સેવા સાથે રવાના થયા....
- કુદરતી આફત એવા "તાઉતે વાવાઝોડાએ કાંઠા વિસ્તારના ગામડાઓમાં તબાહી મચાવી દીધી હતી જે સમયે સૌરાષ્ટ્રના અમરેલી તેમજ ગીર-સોમનાથના, જુનાગઢ જીલ્લાના નાના ગામડાઓમાં હજારો થાંભલા ધરાશાયી થવાથી સંપૂર્ણ પણે વીજળી નાશ પામી હતી જેથી ખેડૂતો અજાણ દળવા ઘંટી, પીવાના પાણી ખેંચવા મોટર,મોબાઈલ સંપર્ક જેવા અનેક મુશ્કેલીઓ સાથે અંધકાર છવાયો હતો.
- સુરતથી સેવાના સ્વયં સેવકોની ટીમ સાથે મહેશભાઈ સવાણી ૧૮૫ થી વધુ જનરેટરની સેવા આપવા સૌરાષ્ટ્રના ગામડાઓમાં રવાના થઈ અંધકાર મય ગામોમાં અંજવાળા પાથર્યા હતા અને તરસ્યાની ટ્તરસ છીપાવી હતી.
- એક હાથ નહી પરંતુ અનેક હાથોના સહિયારી સેવા થકી અસંભવ કાર્યને સંભવ કરી કુદરતી આફત સામે પડકાર ઝીલી ખુબ જ મોટું માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું...