પાનેતર
- 21/Dec/2019
તા.૨૧-૨૨ ડીસેમ્બર ૨૦૧૯, શની-રવીવારના શુભદિને
- દરેક જ્ઞાતિઓની પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૭૧ દીકરીઓનો પિતાની હૂફ પૂરી પાડનારો ભવ્ય લગ્ન સમારોહ.
- ૨૭૧ દીકરીઓ પૈકી પાંચ મુસ્લિમ દીકરીઓના નિકાહ તથા ૨૬૬ હિંદુ દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા હતા
- દરેક દીકરીઓને પિતા તરફથી સંવેદના રૂપી કરિયાવરની ભેટ આપી કન્યાદાન કરવામાં આવ્યું હતું.
- IAS, IPS, IRS તેમજ ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્સ્વી મહાનુભાવોના હસ્તે દીકરીઓનું કન્યાદાન કરી પ્રસંગને દીપાવ્યો હતો.
- દરેક દીકરીઓના વેવાઈના હસ્તે દીકરીની આરતી ઉતારી ૨૭૧ દીકરીઓનું લક્ષ્મીરૂપી પૂજન કરાયું.
- દરેક જમાઈઓને સલામતી માટે હેલ્મેટ આપી અક્સ્માત વીમાનું કરિયાવર રૂપી ભેટ આપી.
- ભારત ભરમાંથી ૧૧ રાજ્યોની દીકરીઓ તેમજ નેપાળ સહિત ૩૫ થી વધુ જ્ઞાતિઓની ૨૭૧ દીકરીઓને સાસરે વળાવવામાં આવી હતી.
- સમાજની એકતા, કુરિવાજો, જ્ઞાતિ-જાતિનાં વાડા વગેરે વ્યથા સમાજમાંથી દુર કરવાનો અનોખો પ્રયાસ કરાયો.